૦૫૭. અણવર લજામણો રે

[અનુક્રમણિકા]

(માંડવામાં ગાવાનું ફટાણું) એ વર તારા અણવરમાં નહિ દમ કે અણવર લજામણો રે એના ખિસ્સા ખાલીખમ કે અણવર લજામણો રે એ વર તારા અણવરમાં નહિ દમ કે અણવર લજામણો રે એના ખિસ્સા ખાલીખમ કે અણવર લજામણો રે હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી એ તો હસતો હરદમ કે અણવર લજામણો રે એ વર તારા અણવરમાં નહિ દમ કે અણવર લજામણો રે એના ખિસ્સા ખાલીખમ કે અણવર લજામણો રે જાતે ભવાયો થઈ થન થન નાચતો જાનને નચાવતો ને વરને નચાવતો જાતે ભવાયો થઈ થન થન નાચતો જાનને નચાવતો ને વરને નચાવતો એ તો ફોગટનો મારતો દમ કે અણવર લજામણો રે એ વર તારા અણવરમાં નહિ દમ કે અણવર લજામણો રે એના ખિસ્સા ખાલીખમ કે અણવર લજામણો રે

ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો અણવર લજામણો રે

[ટોચ]   [અનુક્રમણિકા]

Leave a comment