૦૫૪. રેલગાડી આવી

[અનુક્રમણિકા]

(માંડવામાં ગાવાનું ફટાણું) રેલગાડી આવી મુંબઈનો માલ લાવી મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી રેલમાં ભર્યાં રીંગણા, જાનૈયા બધાં ઠીંગણાં મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી રેલગાડી આવી મુંબઈનો માલ લાવી મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી રેલમાં ભર્યાં લોટા, જાનૈયા સાવ ખોટાં મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી રેલમાં ભર્યાં ચોખા, જાનૈયા બધાં બોખાં મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી રેલમાં ભર્યાં લાકડાં, જાનૈયા બધાં માંકડા મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી રેલગાડી આવી મુંબઈનો માલ લાવી મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો રેલગાડી આવી

[ટોચ]   [અનુક્રમણિકા]

Leave a comment