૦૫૨. તમે કે’દુના કાલાવાલા કરતા’તાં

[અનુક્રમણિકા]

(માંડવામાં ગાવાનું ફટાણું) તમે કે'દુના કાલાવાલા કરતા'તાં તમે મુંબઈથી મહેસાણા ફરતા'તાં તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ તમે કે'દુના કાલાવાલા કરતા'તાં તમે અમીબેનને જોઈ ગયા મારા નવલા જમાઈ મોહી ગયા તમે કે'દુના કાલાવાલા કરતા'તાં તમે છગનભાઈને ભોળવી ગયા તમે સવિતાબેનને ભોળવી ગયા તમે કે'દુના કાલાવાલા કરતા'તાં તમે વરતેજથી વાંકાનેર ફરતા'તાં તમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ તમે કે'દુના કાલાવાલા કરતા'તાં

[ટોચ]   [અનુક્રમણિકા]

Leave a comment